અમદાવાદ: હવામાન વિભાગે ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી બે દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે. છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
બીજી તરફ રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.