આપ વિધાનસભ્ય હરમિત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર

ચંડીગઢઃ પંજાબના આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય હરમિત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા છે. આરોપ છે કે મંગળવારે (બીજી સપ્ટેમ્બરે) કસ્ટડીમાં લીધા બાદ જ્યારે તેમને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પઠાણમાજરા અને તેમના સાથીદારો પર પોલીસે પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. વિધાનસભ્ય પર આરોપ છે કે તેણે પોલીસ કર્મચારી ઉપર કાર ચઢાવી દીધી અને ફરાર થઈ ગયો. સૂત્રોના જણાવ્યા મુજબ તે અને તેનો એક સમર્થક એક સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર લઈને ભાગ્યા હતા. પોલીસે ફોર્ચ્યુનર કાર પકડી લીધી છે, પરંતુ સ્કોર્પિયોમાં સવાર વિધાનસભ્ય હજુ ફરાર છે. પંજાબ પોલીસની ટીમો તેનો પીછો કરી રહી છે.

 હરમીતસિંહ પઠાણમાજરા પર શું છે આરોપ?

પોલીસના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટે એક મહિલાએ પઠાણમાજરા સામે સેક્સ્યુઅલ હેરાસમેન્ટની ફરિયાદ કરી હતી અને સોમવારે પોલીસએ તેમના વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ મંગળવારની સવારે પોલીસએ તેમને કસ્ટડીમાં લીધા હતા.પટિયાલાના સનૌરથી વિધાનસભ્ય પઠાણમાજરા પક્ષ વિરુદ્ધ બળવા પર ઊઉતરી ગયા હતા. છેલ્લા બે દિવસથી તેઓ ખુલ્લેઆમ નિવેદનબાજી કરી રહ્યા હતા અને AAPના નેતૃત્વ પર પંજાબને ખોટી રીતે ચલાવવાનો આરોપ લગાવી રહ્યા હતા.

મહિલાની ફરિયાદ પર જ્યારે પોલીસે તેમની ધરપકડ કરી ત્યારે તે પહેલેથી જ પંજાબમાંથી હરિયાણા ભાગી ગયા હતા અને ત્યાં છુપાયા હતા. હરિયાણામાં પોલીસે તેમને ઝડપી લીધા હતા અને લોકલ પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ પઠાણમાજરા અને તેમના સાથીદારોને પોલીસે પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો. એટલું જ નહીં, આરોપ છે કે વિધાનસભ્ય અને તેના સાથીદારોને પોલીસે પર કાર પણ ચઢાવી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.