ગાંધીનગર: ડૉ. રાજેન્દ્ર પ્રસાદની આજે ૧૪૦મી જન્મજયંતિ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ૩જી ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ બિહારમાં થયો હતો.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને આજે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભા સચિવ ચેતન પંડ્યા, સહિત ઉચ્ચઅધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.




