અમદાવાદઃ INDO-MIM લિમિટેડનો IPO (પ્રારંભિક જાહેર ભરણું) 23 જુલાઈએ ગુરુવારે ખૂલશે, જેમાં રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની ઓફર રજૂ થશે. એન્કર ઇન્વેસ્ટર બિંડિંગ માટેની તારીખ IPO/બિડ ખૂલ્યાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 22 જુલાઈએ બુધવારે છે. બિડ/ઓફર 27 જુલાઈ, 2026એ બંધ થશે. 
UPI મેન્ડેટ એન્ડ ટાઇમ અને ડેટ બિડ/ઓફર બંધ થયાની તારીખે સાંજના પાંચ વાગ્યાનો રહેશે. ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા કંપનીના દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 461થી રૂ. 485 નક્કી થઈ છે. બિડ લઘુતમ 30 ઇક્વિટી શેર માટે કરી શકાશે, જે દરેકની ફેસ વેલ્યુ રૂ. એક છે અને પછી વધારે રોકાણ 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે, જે દરેકની ફેસ વેલ્યુ પણ રૂ. એક છે. ઓફરમાં રૂ. 5000 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ અને વિક્રેતા શેરધારકો દ્વારા 68,291,022 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે.
🚨 New Mainboard IPO🚨
𝙄𝙣𝙙𝙤-𝙈𝙄𝙈 𝙇𝙞𝙢𝙞𝙩𝙚𝙙 𝙄𝙋𝙊
🗓️Date : 23-Jul to 27-Jul-2026
✴️Price : ₹461 – ₹485
✴️Lot : 30 Shares
📚Size : ₹3811.21 Cr#IPO #IndoMimIPO pic.twitter.com/VWGp0Qd1uE— Mehul Bumtaria (@mehul_bumtaria) July 19, 2026
ઓફર ફોર સેલમાં ગ્રીન મીડોઝ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (કોર્પોરેટ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર)ના 60,524,322 ઇક્વિટી શેર; અનુરાધા કોદુરી (ઇન્ડિવિડ્યુઅલ પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર)ના 5,459,000 ઇક્વિટી શેર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (અન્ય વિક્રેતા શેરધારક) (સંયુક્તપણે વિક્રેતા શેરધારકો)ના 2,307,700 ઇક્વિટી શેર સામેલ છે. 
કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) (BSE અને NSE સંયુક્તપણે- સ્ટોક એક્સચેન્જીસ) પર થશે. ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર (BRLMs) HDFC બેંક લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.




