બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડેગા

 

બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડેગા…

 

 

કોઇ વ્યક્તિ ક્યારેય કાંઇ શુભ ન બોલતો હોય અને મોટાભાગે મૌન જ રહેતો હોય એ જ્યારે મોં ખોલે ત્યારે પણ એની વાત નકારાત્મક કે નિરાશાજનક જ હોય. આવા અનેક વ્યક્તિઓની વચ્ચે આપણે જીવીએ છીએ.

 

આ કહેવતમાં પણ એ જ કહવાનો અર્થ છે કે બાવો બાર વરસ સુધી ગુફામાં હોય કે મૌન હોય તો કાંઇ ન બોલે, પણ એ જે દિવસે બોલે એ દિવસે ય જા બેટા દુકાળ પડેગા એવું બોલીને અવળવાણી જ બોલે!

દરેક વાતમાં એમને કાંઇક ને કાંઇક ખોડ જ દેખાય. નિરાશા જ નજર આવે જાણે હકારાત્મકતા એમના શબ્દકોષમાં જ ન હોય. ટૂંકમાં, ધારેલી અભિલાષા નિષ્ફળ જશે એવી નકારાત્મક ભવિષ્યવાણી કરતો માણસ.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)