અમદાવાદમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો બ્રાન્ડિંગ પ્રચાર…

ભારત સરકારના પર્યટન મંત્રાલયના પ્રાદેશિક કાર્યાલય ઈન્ડિયા ટુરિઝમ-મુંબઈ દ્વારા અમદાવાદ શહેરમાં 7 ડિસેમ્બર, મંગળવારથી 27 ઉબર ટેક્સીઓ પર રાષ્ટ્રીય ઉત્સવ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ વિશે જાગરૂકતા લાવવા માટે બ્રાન્ડિંગ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રચાર એક મહિના સુધી ચાલશે. આ પ્રચારના બે થીમ રખાયા છે – ‘પ્રત્યેક ભારતીયના જીવનને ઉજવીએ’ અને ‘આઝાદીને પગલે’. (તસવીર સૌજન્યઃ @tourismgoi)