જમ્મુમાં ચિનાબ નદી પર 359 મીટર ઊંચે બંધાઈ રહ્યો છે રેલવે પૂલ

ભારતીય રેલવેનો એન્જિનિયરિંગ ચમત્કાર છે કેન્દ્રશાસિત જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રાંતની ચિનાબ નદી પર બંધાઈ રહેલા 1,315 મીટર લાંબા રેલવે પૂલનો આર્ચ, જે પૂલને ટેકો આપશે. આ પૂલ નદીની સપાટીથી 359 મીટર ઊંચાઈ પર બંધાઈ રહ્યો છે. તે બંધાઈ જશે એ પછી તે દુનિયામાં સૌથી ઊંચાઈ પર આવેલો રેલવે પૂલ બનશે. (તસવીર સૌજન્યઃ @DarshanaJardosh)

આ પૂલની ઊંચાઈ પેરિસના એફિલ ટાવર કરતાં પણ 35 મીટર વધારે છે.