ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એક્તા નગર (કેવડિયા)માં ભારતની આઝાદીના 75 વર્ષની સમાપ્તિના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા સ્મારક) નજીક પાંચ જાન્યુઆરી, ગુરુવારે વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂના જમાનાની, અવનવા મોડેલની 75 કાર સાથે એમના માલિક-ચાલકોએ ભાગ લીધો હતો.