બ્રિટનનાં ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિ-સુનક ગોવાની મુલાકાતે

બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકના પત્ની અને ભારતની ઈન્ફોસીસ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિનાં પુત્રી અક્ષતા હાલ એમની બે પુત્રી – ક્રિષ્ના અને અનુષ્કા સાથે ભારતની મુલાકાતે આવ્યાં છે. તેઓ 15 ફેબ્રુઆરી, બુધવારે દક્ષિણ ગોવાના બેનોલીમ બીચ પર પુત્રીઓ અને માતા-પિતા સાથે રજા માણતાં જોવા મળ્યાં હતાં. મૂર્તિ અને એમનાં પરિવારજનો બે દિવસ માટે ગોવા ફરવા આવ્યાં છે અને વોટર સ્પોર્ટ્સ સેવા અને બોટ-રાઈડનો આનંદ માણ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]