GallerySports ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી ટેસ્ટઃ વરસાદે બીજા દિવસની રમત ધોઈ નાખી December 27, 2021 વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં 27 ડિસેમ્બર, સોમવારે બીજા દિવસની રમત એકેય બોલ નખાયા વિના પડતી મૂકી દેવી પડી. આવતીકાલે, મંગળવારે હવામાન સાફ રહેવાની આગાહી કરાઈ છે. રવિવારે પહેલા દિવસે વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે દિવસની રમતને અંતે 3 વિકેટના ભોગે 272 રન કર્યા હતા. વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલ 122 અને અજિંક્ય રહાણે 40 રન સાથે દાવમાં હતો. ભારતે આ ત્રણ વિકેટ ગુમાવી છેઃ મયંક અગ્રવાલ 60, ચેતેશ્વર પૂજારા ઝીરો અને કોહલી 35. ભારતની ત્રણેય વિકેટ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લૂંગી એન્ગીડીએ લીધી છે. (તસવીર સૌજન્યઃ આઈસીસી, બીસીસીઆઈ ટ્વિટર)