વિશ્વ તીરંદાજી પેરા-ચેમ્પિયનશિપમાં સરિતા, રાકેશકુમારે જીત્યો ગોલ્ડમેડલ

ચેક રિપબ્લિક દેશના પિલ્સેન શહેરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની વિશ્વ તીરંદાજી પેરા-ચેમ્પિયનશિપમાં 23 જુલાઈ, રવિવારે સરિતા અને રાકેશકુમારે કમ્પાઉન્ડ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતે આ પહેલી જ વાર સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

જમ્મુ-કશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દુર્ગમ ગામની રહેવાસી, 16 વર્ષની વયની, ગરીબ કુટુંબની, ખેડૂત માતા-પિતાની પુત્રી શીતલદેવીએ મહિલાઓની કમ્પાઉન્ડ ઓપન હરીફાઈમાં બીજો ક્રમ હાંસલ કરીને રજત ચંદ્રક જીત્યો છે.

શીતલ દેવી

શીતલદેવી

આ સ્પર્ધામાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો સરિતા અને જ્યોતિની ટીમે. તેમણે ટીમ હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

સ્પર્ધામાં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે.

સરિતા અને જ્યોતિ

(તસવીર સૌજન્યઃ @BabitaPhogat અને પીઆઈબી ટ્વિટર)