રોમાંચક T20I મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કર્યું

રોહિત શર્માના સુકાનીપદ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 26 સપ્ટેમ્બર, રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6-વિકેટથી પરાજય આપીને 2-1થી શ્રેણીવિજય પ્રાપ્ત કર્યો હતો. અંતિમ સ્કોરઃ ઓસ્ટ્રેલિયા 186-7 (20). ભારત 187-4 (19.5). વિરાટ કોહલી 63, સૂર્યકુમાર યાદવ 69. અક્ષર પટેલ 33 રનમાં 3 વિકેટ. કોહલી અને યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારીએ ભારતની જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સૂર્યકુમાર યાદવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ એવોર્ડ આપવામાં આવ્યો. (તસવીર સૌજન્યઃ @imVkohli, @BCCI,, @mastercardindia)

46,000થી વધારે દર્શકોએ મેચનો આનંદ માણ્યો

સૂર્યકુમાર યાદવ – પ્લેયર ઓફ ધ મેચ

અક્ષર પટેલ – પ્લેયર ઓફ ધ સીરિઝ