GallerySports ફિફા ફૂટબોલ વર્લ્ડ કપઃ કેરળમાં બરાબર જામ્યો છે સોકર-ક્રેઝ November 20, 2022 કતરના દોહા શહેરમાં ‘ફિફા’ યોજિત વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા-2022નો આજથી શુભારંભ થઈ રહ્યો છે. ભારતમાં ફૂટબોલપ્રેમી રાજ્યોમાંનું એક છે, કેરળ. ત્યાં અમુક સોકર-ક્રેઝીએ પોતાનાં ઘરને એમની ફેવરિટ ફૂટબોલ ટીમનાં ખેલાડીઓનાં ડ્રેસના રંગથી રંગ્યા છે તો કેટલાકે સુપરસ્ટાર ખેલાડીઓનાં મોટાં કદના કટ-આઉટ્સ ગોઠવ્યા છે.દુબઈસ્થિત ઉદ્યોગપતિ અબ્દુલ રહીમન જાણીતા ફૂટબોલપ્રેમ છે. તેઓ એમનાં પરિવારજનો, સગાંસંબંધીઓ તથા મિત્રોની સાથે ટીવી પર ફૂટબોલ મેચો જોવા માટે એમના વતન કેરળમાં આવ્યા છે. એમણે કાસરગોડમાં કતરના અમીર તમીમ બિન હમાદ અલ થાનીનું કટ-આઉટ મૂક્યું છે. કાણનૂર જિલ્લાના ઈચુર ગામમાં સોકરપ્રેમી સુધાકરણે પોતાના ઘરને આર્જેન્ટિનાની ટીમના ખેલાડીઓના ડ્રેસના રંગથી રંગ્યું છે. બ્રાઝિલ ટીમના ચાહક અને સ્થાનિક વેપારી અબ્દુલ મજીદે પોતાના ઘર અને દીવાલોને બ્રાઝિલના ખેલાડીઓના ડ્રેસના રંગથી રંગ્યા છે. કેરળમાં અનેક ઠેકાણે લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના), ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (પોર્ટુગલ), નેમાર જુનિયર (બ્રાઝિલ)ના કટ-આઉટ્સ જોવા મળી રહ્યા છે. ઈશાન ભારતના રાજ્ય ત્રિપુરાના પાટનગર અગરતલામાં લીફ આર્ટિસ્ટ શુભમ સહાએ એક પાંદડા પર ફૂટબોલ રમતા ખેલાડીઓ સુંદર કોતરણી કરી છે.