ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પર 2-0થી ટેસ્ટશ્રેણી વિજય…

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબર, રવિવારે બીજી અને આખરી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 10-વિકેટથી હરાવીને બે-મેચની સીરિઝ 2-0થી જીતી લીધી હતી. અંતિમ સ્કોરઃ વેસ્ટ ઈન્ડિઝ 311 અને 127. ભારત 367 અને 75-0. ભારતે વેસ્ટ ઈન્ડિઝ પર આ પહેલી જ વાર ટેસ્ટમાં 10-વિકેટથી વિજય હાંસલ કર્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે. ઘરઆંગણે ભારતનો આ સતત 10મો વિજય છે. હવે બંને ટીમ વચ્ચે પાંચ મેચોની વન-ડે સીરિઝ શરૂ થશે. પહેલી મેચ 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે.