રમતવીરોનું હવાઈ દળના વડા દ્વારા બહુમાન…

ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ 10 ઓક્ટોબર, બુધવારે નવી દિલ્હીમાં હવાઈ દળના એ કર્મચારીઓનું સમ્માન કર્યું હતું જેમણે વિવિધ ખેલ, સાહસયાત્રામાં સફળતા હાંસલ કરી હતી. ઉપરની તસવીરમાં 18મી એશિયન ગેમ્સમાં એર રાઈફલ (વ્યક્તિગત) હરીફાઈમાં રજત ચંદ્રક જીતનાર દીપક કુમારનું બહુમાન કરતા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ.

18મી એશિયન ગેમ્સમાં એર રાઈફલ (મિક્સ્ડ) હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક જીતનાર રવિ કુમારનું બહુમાન કરતા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ.

ટ્રાન્સ હિમાલયન માઉન્ટેન ટેરેન બાઈક (એમટીબી) સાહસના ટીમ લીડરનું બહુમાન કરતા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ.

ટ્રાન્સ હિમાલયન માઉન્ટેન ટેરેન બાઈક (એમટીબી) સાહસના ટીમની સભ્યનું બહુમાન કરતા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]