ઠાકરેએ મુંબઈ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી…

મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાની ત્રાસવાદીઓએ કરેલા ભયાનક હુમલાઓની 26 નવેમ્બર, ગુરુવારે 12મી વરસી મનાવવામાં આવી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈમાં પોલીસ સ્મારક ખાતે જઈને શહીદ પોલીસ જવાનો તથા નાગરિકોને રાજ્ય સરકાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.