GalleryEvents તાજમહેલ ફરી ખુલ્લો મૂકાયો… પહેલા દિવસે 1,235 પર્યટકો આવ્યા… September 22, 2020 ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં આવેલા વિશ્વવિખ્યાત સ્મારક તાજમહેલને કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે છ મહિના સુધી બંધ રખાયા બાદ 21 સપ્ટેમ્બર, સોમવારથી પર્યટકો, મુલાકાતીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પહેલા દિવસે કોરોના-વિરોધી સ્વાસ્થ્ય સુરક્ષાને લગતા નિયમોનું પાલન સાથે 1,235 પર્યટકોએ તાજનાં દર્શન કર્યા હતા. એમાં ચીન સહિતના 20 વિદેશી પર્યટકોનો પણ સમાવેશ થાય છે. તાજમહેલમાં સુરક્ષાનો પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તાજમહેલના દીદાર કરવા માટે બે શિફ્ટમાં પર્યટકોને પ્રવેશ અપાય છે. સવાર અને બપોર, બે શિફ્ટ પૈકી 2,500 જણને અંદર પ્રવેશ અપાશે. (તસવીરોઃ એએફપી, ન્યૂઝ18, ગેટી ઈમેજીસ, ટ્વિટર)