GalleryEvents વડાપ્રધાન મોદીએ નિહાળી ફ્રાન્સની ‘બેસ્ટિલ ડે પરેડ’ July 14, 2023 વર્ષ 1789માં ફ્રેન્ચ ક્રાંતિ આરંભે જનતાના થયેલા વિજયની ઉજવણી રૂપે ફ્રાન્સ દેશ દર વર્ષે 14 જુલાઈએ ‘બેસ્ટિલ ડે’ ઉજવે છે અને ત્યારે આકાશમાં આતશબાજી અને પરેડનું આયોજન કરવામાં આવે છે. 14 જુલાઈ, શુક્રવારે પેરિસ શહેરમાં યોજાઈ ગયેલા તે કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે આ પરેડ નિરીક્ષણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપલી તસવીરમાં પીએમ મોદી પરેડને સલામી આપતા જોઈ શકાય છે. સાથે છે, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, એમના પત્ની ફર્સ્ટ લેડી બ્રિગીટ મેક્રોન, ફ્રાન્સનાં વડાં પ્રધાન એલિઝાબેથ બોર્ન. ‘બેસ્ટિલ દિવસ’ને ફ્રાન્સના ‘એક્તા દિવસ’ તરીકે ગણવામાં આવે છે. બેસ્ટિલ મધ્ય યુગમાં પેરિસ શહેરમાં એક સૈનિક કિલ્લો અને જેલનું નામ હતું. 1789ની 14 જુલાઈએ ગુસ્સે ભરાયેલા ક્રાંતિકારીઓ અને નાગરિકોએ બેસ્ટિલ પર હલ્લો કર્યો હતો અને સાત કેદીઓને મુક્ત કરાવ્યા હતા. એ સાથે જ, ફ્રાન્સમાં ક્રાંતિનો આરંભ થયો હતો. બેસ્ટિલ ડે પરેડનું દ્રશ્ય વડા પ્રધાન મોદીને આવકારતા ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન