ભાઈંદરમાં મકાનની બાલ્કની તૂટી પડી; સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નથી

મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાઈંદર (ઈસ્ટ) ઉપનગરમાં ભારે વરસાદને કારણે 20 જુલાઈ, ગુરુવારે સવારે રેલવે સ્ટેશન અને ટિકિટબારીની સામે આવેલા નવકીર્તિ એસ્ટેટ બિલ્ડિંગની એક બાલ્કની તૂટી પડી હતી. સદ્દભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. બાલ્કની જોરદાર ધબાકા સાથે તૂટી પડતાં આસપાસનાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અગ્નિશામક દળ અને પોલીસ જવાનો જાણ થતાં તરત જ ત્યાં દોડી ગયા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરીનો આરંભ કર્યો હતો. (તસવીર અને વિડિયો: દીપક ધુરી)