GalleryEvents વડાપ્રધાને પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ ‘આઈએનએસ વિક્રાંત’ દેશને સમર્પિત કર્યું September 2, 2022 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બર, શુક્રવારે કેરળના કોચી શહેરના કોચીન શિપયાર્ડ ખાતે સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા વિમાનવાહક જહાજ ‘આઈએનએસ વિક્રાંત’નું ઉદઘાટન કર્યું. જહાજના જલાવતરણ સાથે જ એ દેશસેવા માટે સમર્પિત થયું છે અને ભારતીય નૌકાદળના કાફલામાં તેના સમાવેશ સાથે નૌકાદળની સમુદ્રીતાકાતમાં વધારો થયો છે. ‘આઈએનએસ વિક્રાંત’ તમામ અત્યાધુનિક ઓટોમેટિક ટેક્નોલોજીથી સુસજ્જ છે. વડા પ્રધાન મોદીએ ‘આઈએનએસ વિક્રાંત’ના રાષ્ટ્રઅર્પણ પ્રસંગે કહ્યું કે, આ જહાજ સ્વદેશી સામર્થ્ય, સ્વદેશી સંસાધન અને સ્વદેશી કૌશલ્યું પ્રતીક છે. વિક્રાંતના તૂતક પર વિક્રાંતના અંગ્રેજી પહેલા અક્ષર ‘V’ના આકારમાં વડા પ્રધાન મોદી તથા અન્યો ઊભાં છે. ‘આઈએનએસ વિક્રાંત’નું દ્રશ્ય ‘આઈએનએસ વિક્રાંત’ પર ભારતીય નૌકાદળની અનેક મહિલા સૈનિકને પણ તૈનાત કરવામાં આવશે. ‘આઈએનએસ વિક્રાંત’ જહાજ પર ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરતા વડા પ્રધાન મોદી