વડા પ્રધાન મોદી સાઈબાબાના દરબારમાં…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ શિર્ડીના સાઈબાબા મંદિરમાં આજે 19 ઓક્ટોબર, શુક્રવારે આવ્યા છે. તેઓ સાઈબાબાના સમાધી શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં હાજરી આપવા આવ્યા છે. સવારે મંદિરમાં પહોંચીને વડા પ્રધાને સાઈબાબાના દર્શન કર્યા હતા, વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર સાથે નોંધ લખી હતી અને ભેટ અર્પણ કરી હતી. વડા પ્રધાનની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તથા અન્ય અધિકારીઓ અને સાઈબાબા મંદિર ટ્રસ્ટ સંસ્થાના સંચાલકો પણ ઉપસ્થિત હતા. (વિડિયો ઈમેજીસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]