બોલીવૂડ કલાકારો PM મોદીને એમના નિવાસસ્થાને મળ્યા…

ભારત દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે અને એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશિષ્ટ ઝુંબેશ આદરી છે. એ નિમિત્તે 19 ઓક્ટોબર, શનિવારે નવી દિલ્હીમાં વડા પ્રધાનના કાર્યાલય 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવૂડના અનેક કલાકારો અને હસ્તીઓએ હાજરી આપી હતી. કલાકારોમાં આમિર ખાન, શાહરૂખ ખાન, સોનમ કપૂર, કંગના રણૌત, એકતા કપૂર રાજકુમાર હિરાની વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ગાંધીજીના આદર્શો વિશે ચર્ચા કરવામાં આવી હતી. કલાકારોએ વડા પ્રધાન મોદી સાથે સેલ્ફી પણ પડાવી હતી.


ગાંધીજીના આદર્શોના પ્રસાર માટે વડા પ્રધાન મોદીએ આદરેલી ઝુંબેશનું નામ છે 'ચેન્જ વિધિન' (અંતરથી પરિવર્તન).