મીરા-ભાયંદરમાં ‘સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર’નું ઠાકરે દ્વારા લોકાર્પણ…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 3 ઓગસ્ટ, સોમવારે બપોરે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરારોડ-ભાયંદર શહેરો (મીરા-ભાયંદર વિસ્તાર)માં કુલ 366-પલંગવાળા ‘સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર’નું ઓનલાઈન માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. ભાયંદરસ્થિત સ્વ. પ્રમોદ મહાજન હોલ (206-બેડ) અને સ્વ. મીનાતાઈ ઠાકરે મંડઈ ઈમારતમાં (160-બેડ)ની ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. કોરોના વાઈરસના દર્દીઓનો અહીં મફત ઉપચાર કરવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી)આ કોવિડ હેલ્થ સેન્ટર આવશ્યક તબીબી સેવાઓથી સુસજ્જ છે. સ્થાનિક શિવસેના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક, રાજ્ય સરકાર અને ‘મ્હાડા’ સંસ્થાના સહિયારા પ્રયત્નોને પગલે આ કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.