રાહુલ ગાંધીની આગેવાની હેઠળ નવી દિલ્હીમાં વિપક્ષી સાંસદોએ કાઢી કૂચ

સંસદના ચોમાસું સત્રને ટૂંકાવી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ 12 ઓગસ્ટ, ગુરુવારે નવી દિલ્હીમાં સંસદભવનથી વિજય ચોક સુધીની કૂચ કાઢવામાં આવી હતી જેમાં અનેક વિરોધ પક્ષોના નેતાઓ તથા સંસદસભ્યો સામેલ થયાં હતાં. સાંસદોએ દર્શાવેલા પ્લેકાર્ડમાં લખ્યું હતું: ‘કૃષિ કાયદા રદ કરો’, ‘લોકશાહીની હત્યા.’ રાહુલે તેમના સંબોધનમાં આક્ષેપ કર્યો હતો કે, ‘સંસદના ચોમાસું સત્રમાં વિરોધપક્ષોને બોલવાનો મોકો અપાયો નહોતો.’ સંસદની બેઠકને અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવી છે.