ભારતના અધ્યક્ષપદ હેઠળ આ વર્ષે જર્મની, જાપાન, રશિયા, બ્રિટન, અમેરિકા સહિત ગ્રુપ-20 (G20) દેશોના પ્રતિનિધિઓના યોજાઈ રહેલા શિખર સંમેલનના ભાગરૂપે 21 મે, રવિવારે મુંબઈમાં જુહૂ ચોપાટી ખાતે 20 દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ‘મેગા બીચ સ્વચ્છતા ઝુંબેશ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈકાર્યનો ઉદ્દેશ્ય હતો દરિયાઈ સંપત્તિનું રક્ષણ. આ ‘G20 કોસ્ટલ ક્લીનઅપ’ ઝુંબેશ સાથે જ G20 કાઉન્સિલના પર્યાવરણ અને હવામાન સ્થિરતા અંગેના કાર્યકારી ગ્રુપની ત્રીજી બેઠકનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ ઝુંબેશમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કેન્દ્રના પર્યાવરણ પ્રધાન ભૂપેન્દર યાદવ, મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન મંગલપ્રભાત લોઢા, મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે જુહૂ બીચ પર બનાવેલું રેતચિત્ર.