માંડવિયાએ સાયકલ પર જઈ ઉમેદવારી નોંધાવી

મનસુખ માંડવિયાએ રાજ્યસભાના સાંસદની ચૂંટણીમાં બીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે મનસુખ માંડવિયા તેમના નિવાસસ્થાનેથી સાયકલ રેલી સ્વરૂપે સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરીને ગુજરાત વિધાનસભામાં ફોર્મ ભરવા ગયા હતા. મનસુખભાઈને સાયકલ પર જતાં જોઈને ગાંધીનગરવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં તેમને જોવા અને મળવા ઉમટયા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ તેમની સાથે રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]