મુંબઈમાં યોજાઈ અનોખી ‘મૈંભીચોકીદાર’ કાર રેલી…

મુંબઈમાં 31 માર્ચ, રવિવારે સવારે પૂર્વ ભાગના મુલુંડથી દક્ષિણ ભાગના નરીમાન પોઈન્ટ વિસ્તાર સુધી 'મૈંભીચોકીદાર' થીમ પર આધારિત એક અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 500 જેટલી મોટરકાર સામેલ કરવામાં આવી હતી અને એ તમામ પર 'મૈંભીચોકીદાર' સૂત્રના બેનર લગાડવામાં આવ્યા હતા. દેખીતી રીતે જ આ સૌ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો હતા. મોદીએ દેશમાં ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામેની લડાઈમાં પોતાને દેશના ચોકીદાર ગણાવ્યા છે. દેશમાં ઘણા લોકો પોતાને પણ ચોકીદાર કહીને વડા પ્રધાનનું સમર્થન કરી રહ્યાં છે.