કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કશ્મીરના કશ્મીર ખીણપ્રદેશમાં તથા લદાખના પહાડી વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. વરસાદ પણ તૂટી પડ્યો છે. અનેક મોટા હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બરફના થર જામતાં સહેલાણીઓ, પર્યટકોની મજામાં વધારો થયો છે.