GalleryEvents સમુદ્રમાં ભારતનું બાહુબલી બનશે યુદ્ધજહાજ ‘વિંધ્યાગિરી’ August 17, 2023 ભારતીય સમુદ્રસીમાઓનું નવું રક્ષક આવી ગયું છે – યુદ્ધજહાજ ‘INS વિંધ્યાગિરી’. આ જહાજને 17 ઓગસ્ટ, ગુરુવારે કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્જિનિયર્સ લિમિટેડ ખાતે ખાસ કાર્યક્રમ દ્વારા જલાવતરણ કરવામાં આવ્યું છે. આ જહાજ સેવારત થતાં ભારતીય નૌકાદળની સમુદ્ર તાકાત વધી જશે અને સાથોસાથ ચીન અને પાકિસ્તાનનું ટેન્શન વધી જશે. આ જહાજ સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવ્યું છે. સમુદ્રમાં આ જહાજ દુશ્મનોની પ્રત્યેક હિલચાલ પર નજર રાખશે અને જરૂર પડશે ત્યારે એમને જડબાતોડ જવાબ પણ આપશે. અચૂક નિશાન અને ઝડપને કારણે આ જહાજ નૌકાદળના અન્ય યુદ્ધજહાજો કરતાં અલગ, વધારે ઘાતક અ વધારેને શક્તિશાળી છે. વિંધ્યાગિરી ભારતીય નૌકાદળનું પ્રોજેક્ટ-17A યોજના અંતર્ગત છઠ્ઠું જહાજ છે.