લાલ કિલ્લા ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત

15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે 8 ઓગસ્ટ, મંગળવારે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લાની બહાર સુરક્ષા જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી કાર્યક્રમ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ત્યારબાદ રાષ્ટ્રને સંબોધિત કરશે.