ઓબેરોય મોલ, મુંબઈમાં ફૂડકોર્ટનો પુનઃ આરંભ…

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસ મહાબીમારીને ફેલાતી રોકવા માટે નિર્ધારિત કરેલી આરોગ્ય સુરક્ષા-સ્વચ્છતા માર્ગદર્શિકા અને સાવચેતીના પગલાંને અનુરૂપ મુંબઈમાં ગોરેગાંવ (પૂર્વ)માં આવેલા ઓબેરોય મોલમાં ફૂડકોર્ટનો ફરી આરંભ કરવામાં આવ્યો છે. જેનાથી ખાનપાનના શોખીનોને ઘણી રાહત થઈ છે. આ ફૂડકોર્ટ કોરોના બીમારીને કારણે સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનને પગલે છેલ્લા સાત મહિનાથી બંધ કરી દેવામાં આવી હતી. હાલ અનલોક પ્રક્રિયા અંતર્ગત તે અમુક નિયમોના પાલન સાથે ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, જેનો ફૂડશોખીનો લાભ લેતા થયા છે. (તસવીરોઃ દીપક ધુરી)