હૈદરાબાદમાં આભ ફાટ્યું, ભારે વરસાદથી અનેક ભાગોમાં પૂર…

તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં તથા તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં બે વખત પડેલા ભારે વરસાદને પગલે પૂર આવતાં ભારે વિનાશ સર્જાયો છે. વરસાદી દુર્ઘટનાઓમાં બે વ્યક્તિનું મરણ થયું છે. હવામાન વિભાગે હૈદરાબાદ માટે ‘યેલો વોર્નિંગ’ ઘોષિત કરી હતી. ભારે વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને રબરની હોડીઓની મદદથી ઉગારવામાં આવ્યા હતા.

હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે ફરી ભારે વરસાદ ત્રાટકવાની સંભાવના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]