કોંગ્રેસ ગરીબો, દલિતો માટે લડશેઃ રાહુલ

દેશની ગ્રેન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસે 22 જુલાઈ, રવિવારે નવી દિલ્હીમાં તેની નવી કારોબારી સમિતિની બેઠક યોજી હતી. બેઠકનું અધ્યક્ષપદ પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ સંભાળ્યું હતું. પોતાના સંબોધનમાં એમણે પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આપણે 2019ની ચૂંટણી જીતવા માટે ગરીબો તથા દલિતોનાં હિત માટે લડવાનું છે. સોનિયા ગાંધીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે સંઘપરિવાર સામે લડવા માટે વિપક્ષી પાર્ટીઓએ પોતાની મહત્ત્વાકાંક્ષાઓનો ત્યાગ કરવો પડશે. મનમોહન સિંહે પણ પોતાનાં સંબોધનમાં મોદી સરકારની આકરી ટીકા કરી હતી. સંસદભવનમાં યોજાયેલી બેઠકમાં અનેક રાજ્યોમાંથી આવેલા કોંગ્રેસના 259 સભ્યોએ હાજરી આપી હતી.