દેશભરમાં 3 જાન્યુઆરી, સોમવારથી 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોનાવાઈરસ ચેપી બીમારી સામે રક્ષણ આપતી રસી આપવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. પહેલા જ દિવસે લાખો સ્કૂલ તથા જુનિયર કોલેજોનાં બાળકોએ રસી મૂકાવવા ઉત્સાહ બતાવ્યો હતો.
ઘણા કેન્દ્રોમાં બાળકો એમનાં સ્કૂલ યુનિફોર્મમાં, સ્કૂલ બેગ લઈને અને એમના આઈ-કાર્ડ દર્શાવતાં હાજર થયાં હતાં.
શહેરી વિસ્તારોમાં ઘણી મોટી શાળાઓએ પોતાના કેમ્પસમાં રસીકરણ ઝુંબેશની વ્યવસ્થા કરી છે જેથી તમામ બાળકોને રસીકરણમાં આવરી શકાય.
ઘણા કેન્દ્રોમાં બાળકો એમનાં માતા-પિતા કે પરિવારજનો કે પડોશી કે મિત્રો સાથે રસી મૂકાવવા આવ્યા હતા.
આ તથા આવી અનેક તસવીરો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોશિયલ મિડિયા પર શેર કરી છે. આ તસવીર અરૂણાચલ પ્રદેશના દોઈમુખ ગામની સ્કૂલ વિદ્યાર્થિનીની છે, જે રસી લીધા બાદ પોતાની ખુશી દર્શાવી રહી છે