રાહુલે વાયનાડમાં ઉમેદવારી નોંધાવી; રોડ શો કર્યો…

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 4 એપ્રિલ, ગુરુવારે કેરળના વાયનાડ સંસદીય મતવિસ્તારમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી. એમણે જિલ્લા કલેક્ટરની કચેરીમાં જઈ ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારીપત્ર ભરીને સુપરત કર્યું હતું. એ વખતે એમના બહેન અને કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા તથા કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકર્તાઓ હાજર હતાં. ઉમેદવારી નોંધાવ્યા બાદ રાહુલે વાયનાડમાં રોડ શો કર્યો હતો.