અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ મુંબઈમાં કોંગ્રેસ સમર્થકોનો મોરચો…

જમ્મુ-કશ્મીર પુલવામા ખાતેના આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટ પર કરેલા સર્જિકલ હવાઈ હુમલા વિશે રિપબ્લિક ટીવી ચેનલના એન્કર, વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની કથિત વોટ્સએપ ચેટ્સએ રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું હોવાનું અને સત્તાવાર સીક્રેટ્સ એક્ટનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ 22 જાન્યુઆરી, શુક્રવારે મુંબઈમાં લોઅર પરેલ ઉપનગરમાં મોરચો કાઢ્યો હતો, રિપબ્લિક ટીવી ચેનલની ઓફિસની બહાર દેખાવો કર્યા હતા અને ગોસ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી છે કે ગોસ્વામીની વિવાદાસ્પદ વોટ્સએપ ચેટ્સ વિશે તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ.