‘ચિત્રલેખા’ના પત્રકાર કેતન મિસ્ત્રીને ‘જીવન ગૌરવ પુરસ્કાર’…

‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતી પત્રકારત્વમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા કેતન મિસ્ત્રીને ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ 2018નો પત્રકારત્વ માટેનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’ 24 ઓગસ્ટ, શુક્રવારે મુંબઈના ઘાટકોપરમાં ઝવેરબેન પોપટલાલ સભાગૃહ ખાતે આયોજિત સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો. અકાદમીના પ્રમુખ નવીન દવે, મહારાષ્ટ્રના પ્રધાન પ્રકાશ મહેતા અને સંગીતકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના હસ્તે કેતન મિસ્ત્રીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુંબઈ ઉત્તર-પૂર્વ મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય કિરીટ સોમૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ‘જીવન ગૌરવ પુરસ્કાર-2018’ કેટેગરીમાં ‘સાહિત્ય’નો એવોર્ડ ભરત નાયક-ગીતા નાયકને, ‘કલા’નો એવોર્ડ જાણીતા નાટ્યકાર પ્રવીણ સોલંકીને અને ‘સંસ્થા’નો એવોર્ડ શ્રી સોલાપુર ગુજરાતી મિત્ર મંડળને આપવામાં આવ્યો હતો જ્યારે શ્રી માધવ રામાનુજને ‘નર્મદ પારિતોષિક-2018’ એનાયત કરવામાં આવ્યું હતું.

(તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]