‘ચિત્રલેખા’એ ઉજવ્યો ૭૨મો સ્થાપનાદિવસ…

મુંબઈઃ દેશ-વિદેશમાં ગુજરાતી સમાજમાં લોકપ્રિય થયેલા ‘ચિત્રલેખા’ સામયિકે ૨૨ એપ્રિલના શુક્રવારે તેની સ્થાપનાના ૭૨ વર્ષ પૂરા કરીને ૭૩મા વર્ષમાં પ્રવેશ કર્યો. સંસ્થાના જન્મદિવસના આ શુભ અવસરની સમગ્ર ‘ચિત્રલેખા’ પરિવારે ઉજવણી કરી હતી.

મુંબઈસ્થિત કાર્યાલયમાં કોટક પરિવારની સાથે કર્મચારીઓએ સ્થાપનાદિનની ઉજવણી કરી હતી. જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, બેંગલુરુ, દિલ્હીના કાર્યાલયોના કર્મચારીઓ આ અવસરે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાયાં હતાં. મુંબઈ ઓફિસમાં કરવામાં આવેલી ઉજવણીમાં ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટક, ચેરમેન મૌલિક કોટક, વાઈસ-ચેરમેન મનન કોટક, રાજુલબેન મૌલિક કોટક, અદિતી મનન કોટક અને ચિ. તનાયા મનન કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી હીરેન મહેતા, ‘ચિત્રલેખા’ મરાઠીના તંત્રી જ્ઞાનેશ મહારાવ ઉપસ્થિત રહ્યાં હતાં.

સંસ્થાના તમામ કાર્યાલયોમાં કેક કાપીને સ્થાપનાદિન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી અને સૌ કર્મચારીઓએ મધુરીબહેન તથા સમગ્ર કોટક પરિવારને અભિનંદન આપ્યા હતા અને ‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી દિવંગત વજુભાઈ કોટકને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મધુરીબહેન કોટક, પૌત્ર મનન કોટક અને પ્રપૌત્રી તનાયા કોટકનાં હસ્તે કેક કટિંગ સેરેમની. દાદી મધુરીબહેનને કેક ખવડાવતા મનન કોટક ચેરમેન મૌલિક કોટકને કેક ખવડાવતા વાઈસ-ચેરમેન પુત્ર મનન કોટક માતા રાજુલબેનને કેક ખવડાવતા મનન કોટક મુંબઈ ઓફિસનાં કર્મચારીઓ સાથે કોટક પરિવારની ગ્રુપ તસવીર મુંબઈ ઓફિસ સ્ટાફ દ્વારા ચિત્રલેખા સ્થાપનાદિવસની ઉજવણી‘ચિત્રલેખા’નું નેતૃત્વ સંભાળનાર કોટક પરિવારનાં સભ્યો અમદાવાદ ઓફિસમાં ‘ચિત્રલેખા’ સ્થાપનાદિવસની ઉજવણી અમદાવાદ ઓફિસમાં કર્મચારીઓ દ્વારા સંસ્થાના સ્થાપનાદિવસની ઉજવણી રાજકોટ ઓફિસમાં ચિત્રલેખાના સ્થાપનાદિવસની ઉજવણી રાજકોટ ઓફિસમાં ચિત્રલેખાના સ્થાપનાદિવસની ઉજવણી બેંગલુરુ ઓફિસમાં સંસ્થાના સ્થાપનાદિવસની ઉજવણી દિલ્હી ઓફિસમાં સંસ્થાના સ્થાપનાદિવસની ઉજવણી