સખત ગરમીઃ દિલ્હીમાં એર કૂલરનું વેચાણ વધી ગયું…

 રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં આ વખતનો ઉનાળો ખૂબ આકરો બન્યો છે. 1 મે, રવિવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સખત ગરમીથી બચવા વધુ ને વધુ લોકો એર કૂલર ખરીદી રહ્યા છે. આને કારણે બજારોમાં એર કૂલર્સનું વેચાણ ખૂબ વધી ગયું છે.