ઈઝરાયલી PM નેતન્યાહુ મુંબઈમાં મોશેને મળ્યા…

ભારતના છ દિવસના પ્રવાસે આવેલા ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ 19 જાન્યુઆરી, ગુરુવારે દક્ષિણ મુંબઈના નરીમાન હાઉસ અથવા છાબડ હાઉસ ખાતે ગયા હતા જ્યાં 2008ની 26 નવેંબરે આતંકવાદીઓએ હત્યાકાંડ કર્યો હતો. નેતન્યાહુ છાબડ હાઉસમાં 11 વર્ષીય અનાથ ઈઝરાયલી બાળક મોશે હોલ્ટ્ઝબર્ગને મળ્યા હતા. 2008ના આતંકી હુમલા વખતે મોશે બે વર્ષનો હતો. એ હુમલામાં મોશે બચી ગયો હતો, પણ એના પિતા રબ્બી ગેવ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને માતા રિવકા હોલ્ટ્ઝબર્ગ માર્યા ગયા હતા. નેતન્યાહુ એ પહેલાં દક્ષિણ મુંબઈમાં જ આવેલી પ્રતિષ્ઠિત તાજ મહલ પેલેસ હોટેલમાં જઈને 26/11ના હુમલાઓમાં શહીદ થયેલાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. નેતન્યાહુ એમના પત્ની સારા સાથે 18 જાન્યુઆરીની મધરાતે મુંબઈ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર એમનું પરંપરાગત મહારાષ્ટ્રિયન સ્ટાઈલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ફડણવીસે મહેમાન દંપતીને પુષ્પગુચ્છ આપીને આવકાર આપ્યો હતો.

તાજ મહલ પેલેસ હોટેલ ખાતે શહીદ સ્મારકના રજિસ્ટર પર શ્રદ્ધાંજલિ સંદેશો લખતા બેન્જામીન નેતન્યાહુ. એમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છે

તાજ મહલ પેલેસ હોટેલ ખાતે…

એરપોર્ટ પર આગમન વખતે મહારાષ્ટ્રિયન સ્ટાઈલમાં સ્વાગત