ઇન્ડિયન નેવી દ્વારા મુંબઈમાં ‘હેરિટેજ રન’નું આયોજન

દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં ઇન્ડિયન નેવી દ્વારા હેરિટેજ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ રનમાં આશરે 6000 નાગરિકોએ ભાગ લીધો હતો. આ હેરિટેજ રનને વાઇસ એડમિરલ  અજેન્દ્ર બહાદુર સિંહે અને ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે (વેસ્ટર્ન નેવલ કમાન્ડે) સંયુક્તરૂપે લીલી ઝંડી બતાવી હતી.

આ હેરિટેજ રન નેવલ ડોકયાર્ડથી શરૂ થઈને એશિયાટિક લાઇબ્રેરી, બેલાર્ડ એસ્ટેટ, CSMT અને BMC હેડ ક્વાર્ટર, ફ્લોરા ફાઉન્ટન, હાઇકોર્ટ, મરીન ડ્રાઇવ અને ગેટવે ઓફ ઇન્ડિયાએ પૂરી થઈ હતી.

આ હેરિટેજ રન માટે ‘કોમ્પેશન મોબાઇલ એપ’ પણ બનાવવામાં આવી હતી. જેથી આ ઇવેન્ટમાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધી વિશે માહિતી મળી શકે.

આ હેરિટેજ રનના આયોજન બદલ FOC-in C WNCએ નેવી અને આ સ્પર્ધામાં ભાગ લેનારા નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે એમ કહ્યું હતું કે આ પહેલી ઇવેન્ટ છે, જેનો ઉદ્દેશ શહેરનાં ઐતિહાસિક સ્થળોની જાળવણીને પ્રોત્સાહન આપવાનો અને મુંબઈના નાગરિકોનો નેવી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખવાનો છે.

એડમિરલે આ ઇવેન્ટમાં જાહેરાત કરી હતી કે નેવી આગામી સમયમાં વાર્ષિક નેવી હાફ મેરેથોન સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરશે.

(દીપક ધુરી-મુંબઈ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]