‘સુપર ડાન્સર ચેપ્ટર 3’ના સેટ પર મિથુન અને શિલ્પા…

0
2161
બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તિએ ટીવી ચેનલ પર પ્રસારિત કરાતા બાળકો માટેના ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 3'ના સેટ પર હાજરી આપી હતી. મિથુન ચક્રવર્તિ યુવાન વયે અનેક ફિલ્મોમાં એમનાં ડાન્સ કૌશલ્યને કારણે 'ડિસ્કો ડાન્સર' તરીકે જાણીતા થયા છે. મિથુન પીઠની પીડાની તકલીફ મટાડવા માટે કેરળમાં સારવાર લઈને હાલમાં જ પાછા ફર્યા છે. 'સુપર ડાન્સર' શોની જજ છે અભિનેત્રી શિલ્પા શેટ્ટી. શિલ્પા ગોલ્ડન કલરનાં ડ્રેસમાં સજ્જ થઈ હતી અને ખૂબ સુંદર દેખાતી હતી. તેણે તસવીરકારોને વિવિધ પોઝ આપ્યાં હતાં.