અટકાયેલા રીફંડ મળશે ફટાફટ, આવકવેરા વિભાગે કર્યું આ આયોજન…

નવી દિલ્હી- આવકવેરા વિભાગ મોટી કાર્યવાહી હાથ ધરવા જઈ રહ્યું છે, વિભાગે આવકવેરા ફરિયાદ મામલાઓનો ઝડપી નિકાલ કરવા કહ્યું છે. તે કરદાતાઓની પાછલી કર માગને બાકીના રીફંડ સાથે સમાયોજિત પણ કરશે. આ મામલે 16 મેથી શરુ થતાં પખવાડિયા દરમિયાન વિશેષ ધ્યાન આપીને નિકાલ કરવામાં આવશે. વિભાગે સોમવારે આ અંગે જાણકારી આપી.

સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (CBDT) એ તેમના ક્ષેત્રીય કાર્યાલયોને પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 16થી31 મે દરમિયાન તમામ મૂલ્યાંકન અધિકારી આવકવેરા અપીલ સંબંધિત બાબતોને પ્રાથમિકતા આપશે. લંચ બ્રેક પહેલાના સમયમાં અરજદારો,તેમના વકીલો અને કેસોને સાંભળવામાં આવશે.

આ મામલે સીબીડીટીએ આગળ કહ્યું છે કે, ટીડીએસ નહીં મળવાને લઈને જાહેર કર માગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આવકવેરા કાયદાની કલમ 245 હેઠળ જાહેર કર માગ જેને લઈને કરદાતા સહમત નથી તે મુદ્દાના સોલ્યૂશન પર પણ ધ્યાન આપવામાં આવશે.

આ તમામ બાબતોને લઈને કરદાતાઓમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આવકવેરા કાયદાની કલમ 245 હેઠળ કર પ્રશાસન કરદાતાઓને મળનારા રિફંડને તેમની પ્રથમ કર માગ માટે સમાયોજિત કરી શકે છે.

સીબીડીટીની આ પહેલથી આગામી એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં બાકી રિફંડની ચૂકવણી જાહેર થઈ શકે છે. સબીડીટી ગત વર્ષે મે મહિના પણ આ પ્રકારના પખવાડિયાનું આયોજન કર્યું હતું. સીબીડીટીએ કર વિવાદો ઘટાડવા માટે આવકવેરા વિભાગ હેઠળ મામલાઓના નિરાકરણની અધિકાર મર્યાદાને વધારી દીધી છે.

આ હેઠળ આવરવેરા અપીલીય ટ્રિબ્યૂનલોમાં ફરિયાદ દાખલ કરનારા મામલાની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. આ પ્રકારે હાઈકોર્ટેમાં આ મામલાઓને લઈ જવામાં આવશે જ્યાં વિવાદમાં ફસાયેલી રકમ 50 લાખ રૂપિયા હશે. એજ પ્રકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલાઓને પડકારી શકાશે જ્યાં વિવાદિત કર રકમ 1 કરોડ રૂપિયાથી ઓછી નહીં હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]