રેખાને એનાયત ‘સ્મિતા પાટીલ મેમોરિયલ એવોર્ડ’…

બોલીવૂડનાં પીઢ અભિનેત્રી રેખાને મુંબઈમાં ‘પ્રથમ સ્મિતા પાટીલ મેમોરિયલ એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યાં છે. રેખાને સંગીતકાર આણંદજીભાઈનાં હસ્તે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્મિતા પાટીલનો અભિનેતા પુત્ર પ્રતીક બબ્બર પણ ઉપસ્થિત રહ્યો હતો. રેખાએ એવોર્ડ સ્વીકાર્યાં બાદ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, સદ્દગત અભિનેત્રી સ્મિતા પાટીલ મારી કરતાં વધારે સારાં અભિનેત્રી હતાં.