અમદાવાદમાં ફૂડ ફેસ્ટિવલ…

શિયાળો શરૂ થતાંની સાથે જ અમદાવાદ શહેરમાં અવનવા સ્વાદની વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટિવલ્સની પણ શરૂઆત થઈ ગઈ છે. 17 ડિસેમ્બર, રવિવારની વહેલી સવારથી જ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી નવકાર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ એક વિશિષ્ટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)