મુંબઈઃ ફરસાણની દુકાનમાં આગે 12નો ભોગ લીધો…

મુંબઈના અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં સાકીનાકા વિસ્તારમાં આવેલી ફરસાણ તથા મીઠાઈ બનાવતી ભાનુ ફરસાણ નામની એક દુકાનમાં 18 ડિસેમ્બર, સોમવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ત્યાં કામ કરતા 12 કામદારો કરૂણ રીતે મૃત્યુ પામ્યા હતા. ત્રણ કામદારને બચાવી લેવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં અગ્નિશામક દળના જવાનો ત્રણ ફાયર ટેન્ડર્સ, ચાર જમ્બો વોટર ટેન્કર્સ, અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા. એમણે તરત જ આગને બુઝાવી દીધી હતી, પણ આગ લાગ્યા બાદ દુકાનનો એક સ્લેબ કામદારો પર પડ્યો હતો અને એમને બહાર નીકળવાની તક મળી નહોતી.