મેટ ગાલામાં પ્રિયંકા ચોપરા-જોનાસનો ક્વીન લુક…

ન્યુયોર્ક સિટીમાં 6 મે, સોમવારે આયોજિત મેટ ગાલા-2019 કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એનાં પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસ સાથે હાજર રહી હતી. બંને જણે મેટ ગાલાની રેડ કાર્પેટ પર આ પહેલી જ વાર પતિ-પત્ની તરીકે હાજરી આપી હતી અને છવાઈ ગયાં હતાં. પ્રિયંકાએ સિલ્વર-પેસ્ટલ ગાઉન પહેર્યો હતો. માથા પર તાજ પહેર્યો હતો અને એ એકદમ રાણી જેવી લાગતી હતી. એનો મેકઅપ અને હેરસ્ટાઈલ એકદમ લાઉડ હતાં. નિક જોનાસ સફેદ સૂટમાં સજ્જ હતો. દર વર્ષે ન્યુયોર્ક સિટીમાં યોજાતો મેટ ગાલા અથવા કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ ગાલા કાર્યક્રમ એટલે ફેશન જગતનાં લોકોનો મહાકુંભ મેળો.


httpss://twitter.com/poppoIIs/status/1125540456438345729

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]