પ્રિયંકા ચોપરા, નિક જોનાસ પતિ-પત્ની તરીકે ‘મેટ ગાલા-2019’ રેડ કાર્પેટ પર હાજર થયાં

ન્યુયોર્ક સિટી – બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હવે માત્ર હિન્દી ફિલ્મજગતની જ નહીં, પણ ગ્લોબલ ક્વીન બની ગઈ છે. અહીં આયોજિત ‘મેટ ગાલા 2019’ કાર્યક્રમમાં એણે પહેલી જ વાર પરિણિતા તરીકે હાજરી આપી હતી. એ તેનાં પતિ અને અમેરિકન ગાયક નિક જોનાસની સાથે રેડ કાર્પેટ પર હાજર થઈ હતી. બંને જણ એકદમ અલગ પ્રકારનાં જ લુકમાં હતાં. ખાસ કરીને પ્રિયંકાનો લુક તો એકદમ નાટ્યાત્મક હતો.

પ્રિયંકા ડિઓર ગાઉનમાં સજ્જ હતી, માથાં પર સિલ્વર કેજ ક્રાઉન (તાજ) પણ પહેર્યો હતો અને એકદમ રાણી જેવી દેખાતી હતી. એનો ગાઉન ડિઝાઈનર મિમી કટ્રેલે બનાવ્યો હતો. સિલ્વર-પેસ્ટલ ગાઉન સાથે પ્રિયંકાનો મેકઅપ અને હેરસ્ટાઈલ એકદમ લાઉડ હતાં. નિક જોનાસ સફેદ સૂટમાં સજ્જ હતો.

હાજર મેદનીએ પ્રિયંકા અને નિકને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધાં હતાં. રેડ કાર્પેટ પર બંને જણે વિવિધ પોઝ આપ્યાં હતા અને તેઓ રોમેન્ટિક અંદાઝમાં પણ જોવા મળ્યાં હતાં.

પ્રિયંકા અને નિકે ગયા વર્ષે જ લગ્ન કર્યાં હતાં અને પતિ-પત્ની બન્યા બાદ આ એમની પહેલી મેટ ગાલા ઈવેન્ટ હતી.

આમ, મેટ ગાલા ખાતે દંપતી તરીકે એમનું આગમન ભવ્ય બની રહ્યું હતું.

પ્રિયંકા છેલ્લાં બે વર્ષમાં તેનાં અવનવા લુક્સને કારણે દુનિયાભરમાં જાણીતી થઈ છે.

2017ના મેટ ગાલા શોમાં પ્રિયંકા 10-ફૂટ લાંબા ટ્રેન્ચ કોટમાં સજ્જ થઈને આવી હતી અને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. ગયા વર્ષે એણે રાલ્ફ લોરેન નિર્મિત હેડગીયર હેન્ડ-બીડેડ ડ્રેસ પહેર્યો હતો, જે ભારતમાં જ બનાવાયો હતો.

દર વર્ષે ન્યુયોર્ક સિટીમાં યોજાતો મેટ ગાલા અથવા કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ ગાલા કાર્યક્રમ એટલે આંતરરાષ્ટ્રીય ફેશન જગતનાં લોકોનો મહાકુંભ મેળો. આ કાર્યક્રમમાં દુનિયાભરનાં ફેશન ડિઝાઈનર્સ એમનાં સર્જનોને અભિનેત્રીઓ, મોડેલ્સ, ખેલકૂદ જગતની હસ્તીઓ તથા સોશિયલ મિડિયાની વિખ્યાત વ્યક્તિઓ દ્વારા ડિસ્પ્લે કરે છે. આ કાર્યક્રમ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ માટે ભંડોળ એકઠું કરવા માટે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ સાથે જ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટના વાર્ષિક ફેશન પ્રદર્શનનો આરંભ થાય છે.

મેટ ગાલાને ફેશન જગતમાં સૌથી મોટા કાર્યક્રમ (નાઈટ) તરીકે ગણવામાં આવે છે.

(પ્રિયંકા-નિકનું આગમન થયું ત્યારે)

httpss://twitter.com/poppoIIs/status/1125540456438345729

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]