અત્યાધુનિક plane Carrier ship બનાવવા માટે ભારત-બ્રિટન વચ્ચે ચર્ચાઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ બ્રિટન એક નવું અત્યાધુનિક plane Carrier ship બનાવવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે અને તે મેક ઈન ઈન્ડિયાનો ભાગ હશે. આ શિપ બ્રિટનના એચએમએસ ક્વીન એલિઝાબેથની લાઈન પર આધારિત હશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ શિપ બનીને જ્યારે તૈયાર થઈ જશે ત્યારે તેનું નામ 2022માં આઈએનએસ વિશાલ રાખવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક ભારતીય શિષ્ટમંડળે સ્કોટલેન્ડમાં રોસીથ ડોકયાર્ડનો પ્રવાસ કર્યો છે જ્યાં એચએમએસ ક્વીન એલિઝાબેથને તૈયાર કરવામાં આવ્યું. ત્યાં હવે બીજા સુપરકેરિયર એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જો સોદા પર સહમતિ બની જાય તો નવા પ્લેન કેરિયર શીપનું નિર્માણ ભારતમાં થશે, પરંતુ બ્રિટિશ કંપનીઓ આના માટે ઘણા મટિરિયલની આપૂર્તિ કરશે.

આ નવું શીપ ભારતના આઈએનએસ વિક્રમાદિત્ય અને ભવિષ્યના આઈએનએસ વિક્રાંતની સાથે સેવા આપશે. આનાથી ભારત પાસે બ્રિટનથી પણ મોટી પ્લેન કેરિયર શીપની ફોજ હશે. બ્રિટનના રક્ષા પ્રધાન સ્ટુઆર્ટ એંડ્રયુએ આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરતા કહ્યું કે અમે ઘણા ઉપકરણો અને ક્ષમતાઓના મુદ્દાઓ પર ભારત સાથે નિયમિત ચર્ચા કરી છે. આના પર કંઈપણ બોલવું તે અયોગ્ય હશે.

ફ્રાંસીસી એરોસ્પેસ કંપની બીએઈ અને થેલ્સે બ્રિટિશ વિમાનવાહક શીપની ડિઝાઈન તૈયાર કરી છે. બીએઈના પ્રવક્તાએ કહ્યું કે, ભારત સાથે ચર્ચા શરુ થઈ છે. ભારતીય નૌસેના અને સ્થાનીય જરુરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઈનમાં બદલાવ કરવામાં આવી શકે છે.