પ્રિન્સ હેરીની પત્ની મેગને દિકરાને જન્મ આપ્યો…

લંડનઃ બ્રિટનના રાજકુમાર હેરીની પત્ની મેગન માર્કેલે એક દિકરાને જન્મ આપ્યો છે. પ્રિન્સ હેરીએ જણાવ્યું કે તેઓ અને મેગન બંન્ને અત્યંત ખુશ છે. ગર્ભાવસ્થા દરમિયાન સાથ આપવા માટે તેમણે લોકોને ધન્યવાદ આપ્યા છે. તેમણે જણાવ્યું કે મેગન અને બાળક બંન્ને સુરક્ષિત છે.

ગત વર્ષે 19 મેના રોજ પ્રિન્સ હેરી અને મેગન માર્કેલના લગ્ન થયા હતા. શાહી લગ્નમાં આશરે 84 મિલિયન પાઉન્ડ જેટલો ખર્ચ થયો હતો. લગ્ન પહેલા પ્રિન્સ હેરીને ડ્યૂક ઓફ સક્સેસથી નવાજવામાં આવ્યા હતા. તો શાહી પરિવારમાં શામિલ થવાની સાથે જ મેગનને ડચેજ ઓફ સક્સેસની પદવી આપવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]